AD (728x60)

Blogger દ્વારા સંચાલિત.

શનિવાર, 29 જૂન, 2013

ધારી દેવીનો પ્રકોપ

Share & Comment
। હરિ ૐ ।

ધારી દેવીનો પ્રકોપ

 
ચારધામ યાત્રાએ જતાં ભાવીકોનું રક્ષણ ધારી દેવી કરે છે એવી એક લોકવાયકા છે. એટલે જ ઉત્તરભારતના શ્રીનગર ખાતે અલકનંદા નદીના તીરે આવેલુ ધારીમાતાનું મંદિર સરકાર પાડે નહીં એવી માગણી છેલ્લા બે વરસથી કરવામાં આવી રહી હતી. અલકનંદાનો પ્રવાહ ધારી દેવી નિયંત્રણમાં રાખે છે અને તેને લીધે અલકનંદા સૌમ્યતાથી વહે છે એવો સ્થાનિક લોકોનો વિશ્વાસ હતો. એને કારણે જ સ્થાનિક ધાર્મિક સંઘટનોથી લઈને સર્વસામાન્ય જનતા સુધી બધા જ મંદિરની બાબતમાં સરકાર આવો નિર્ણય ન લે એ માટે વારંવાર વિનંતી કરી રહ્યા હતા. પરંતુ વિકાસના કાર્યો માટે વીજળીની આવશ્યકતા હોવાનુ બહાનુ આગળ કરીને સરકારે તેઓની માંગણી પ્રત્યે દુર્લક્ષ કર્યુ. ૧૬ જૂનના દિવસે સાંજે છ વાગે ધારીમાતાનું મંદિર પાડવામાં આવ્યુ અને મંદિરમાં મૂકેલી ધારીમાતાની મૂર્તિને હટાવવામાં આવી.
   
    એ જ સમયે કેદારનાથમાં વાદળ ફાટ્યુ અને પછીના બે કલાકમાં તો અતિવૃષ્ટીએ માઝા મૂકી દીધી. ચારધામ યાત્રા માટે આવેલા હજારો ભાવિકો કેદારનાથમાં ફસાઈ ગયા. મુસળધાર વરસાદ, ભૂસ્ખલન જેવા અનિષ્ટોને કારણે ભાવિકોને સુખરુપ બહાર કાઢવાનું કામ મુશ્કેલ થઈ પડ્યુ અને આપત્તિની તીવ્રતા વધતી ગઈ. આવા પ્રકારની આપત્તિઓ માટે કોણ જવાબદાર ? એની શોધ કરવાનું કામ પ્રસાર માધ્યમો સ્વેચ્છાએ ઉપાડી લેતા હોય છે. ઉત્તરાખંડની આપત્તિ પછી પણ આમ જ બન્યુ. મૃત્યુઆંક અને સપડાયેલા ભાવિકો વીશેની માહિતી આપતી વખતે પ્રસાર માધ્યમો સરકાર ઉપર આક્ષેપોનો મારો ચલાવી રહ્યાં હતા. કેમકે સરકારે પણ પર્યાવરણનો વિચાર ન કરતા અણધડપણે પોતાની યોજનાઓ અને પ્રકલ્પોને સાકાર રુપ આપવાનો પ્રયત્ન કર્યો હતો. સ્થાનિક જનતા ધારીમાતાના પાડવામાં આવેલા મંદિર તરફ આંગળીઓ ચીંધીને સરકાર પ્રત્યેનો પોતાનો રોષ પ્રગટ કરી રહી હતી.

   
  છેલ્લા ૮૦૦ વરસોથી ધારીમાતાનું મંદિર અહીં હતુ. તેને પ્રાચીન સિદ્ધપીઠ માનવામાં આવતુ હતુ. ધારીમાતાને કાળીમાતાનું જ એક સ્વરુપ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ સિદ્ધપીઠનો શ્રીમદભાગવતમાં પણ ઉલ્લેખ છે. ઉત્તરાખંડમાં શ્રીનગર પાસે (જમ્મૂ-કાશ્મીર વાળુ શ્રીનગર નહીં) કાલીયાસૂર નામક એક સ્થાન છે ત્યાં આવેલુ આ મંદિર સ્થાનિક લોકોનું શ્રદ્ધાસ્થાન માનવામાં આવતુ હતુ. ધારીદેવીની મૂર્તિ અતિશય ઉગ્ર હોવા છતાં માતાએ સ્વીકારેલુ ઉગ્ર સ્વરુપ આપણા રક્ષણ માટે જ છે એમ ત્યાંના લોકોની સદીઓથી ચાલી આવતી માન્યતા છે. આ વાતની પુષ્ટી કરવા માટે ઐતિહાસિક કથા પણ કહેવામાં આવે છે.

    ૧૮૮૨ની સાલમાં એક માથાફરેલ રાજાએ આ મંદિર સાથે આવા જ પ્રકારની કોઈ છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે પણ ભયંકર નૈસર્ગિક સંકટ ઉભુ થયુ હતુ એવી લોકવાયકા છે. એટલે જ આવી રક્ષણકર્તા ધારીદેવીના મંદિરની બાબતમાં સ્થાનિક લોકોની ભાવના તીવ્ર હોય એમાં આશ્ચર્ય પામવા જેવુ કંઈ જ નથી.

   
  આ મંદિર સરકારે પાડી નાખ્યુ તો તેના ભયંકર પરિણામો બધાએ જ ભોગવવા પડશે એ વાતની ખાતરી સ્થાનિકોને પહેલેથી જ હતી. અને એમ જ થયુ. ધારીદેવીનું મંદિર પાડ્યાના અમુક કલાકોમાં જ પ્રલયકારી અતિવૃષ્ટી થઈ અને ગંગાની ઉપનદી અલકાનંદા પોતાનુ ભીષણ અને રૌદ્ર સ્વરુપ પ્રગટ કરવા લાગી. આ કોઈ યોગાનુયોગ નથી એમ શ્રદ્ધાવાનોનું માનવુ છે. સ્થાનિક માધ્યમોએ જનતાના આ દાવાને પ્રસિદ્ધી આપી છે. ઉપરાંત અહીંના ધાર્મિક સંઘટનો અને ધર્માચાર્યોએ પણ સરકારના આવા પગલાની આકરી ટીકા કરી છે. સરકારે ત્યાંના પર્યાવરણનો વિચાર ન કરતા શેંકડો યોજનાઓને આડેધડ મંજૂરી આપી દીધી છે. ધારીદેવીનું મંદિર પાડીને અલકનંદા નદી ઉપર બંધ બાંધવાની યોજના પણ આમાંની જ એક.

    વિકાસ યોજનાઓ સાકારતી વખતે સ્થાનિકોનો વિરોધ સહન કરવો જ પડે છે. મંદિર પાડીને બંધ બાંધવાની યોજના માટે થતો વિરોધ પણ આમાનો જ એક છે એવી ગેરસમજ સરકાર કરતી રહી. એથી જ આ મંદિર સાથે જોડાયેલી આસ્થાનો વિચાર કરવાની સરકારને ગરજ લાગી નહીં. જે શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ચારધામ યાત્રા કરવામાં આવે છે એ શ્રદ્ધાભાવના ઉપર આ યોજનાનો દુષ્પ્રભાવ પડી રહ્યો છે એ વાત સરકાર ભૂલી ગઈ હતી. આ ભૂલની બહુ મોટી કિંમત આપણે ચૂકવવી પડી રહી છે એવુ સ્થાનિકોનું માનવુ છે. ધાર્મિક આસ્થાઓમાં બહુ ન માનનારા પર્યાવરણવાદીઓ સુદ્ધા આ યોજનાનો વિરોધ કરી રહ્યા હતા એ નવાઈની વાત છે. એટલે કે શ્રદ્ધાભાવ અને પર્યાવરણ આ બન્નેનો અનાદર કરીને સરકારે અલકનંદા ઉપર બંધ બાંધવાનો નિર્ણય લીધો હતો.
 
  માતાનું મંદિર પાડવાથી નહીં પરંતુ નૈસર્ગિક કારણોસર આ આપત્તિ આવી છે એમ માનનારો વર્ગ પણ ૮૦૦ વરસ પુરાણા આ મંદિરને તોડી પાડવાના સરકારના જડતાભર્યા વલણને ધીક્કારી રહ્યો છે. આ આપત્તિ ધારોકે ન આવી હોત છતાંપણ સર્વસામાન્ય જનતાની ભાવનાઓ પ્રત્યે સરકારે આવી અસંવેદનશીલતા દાખવવાનું કોઈ જ રીતે યોગ્ય નથી. પણ વિજપ્રકલ્પોના ચાલૂ કરવાના નામે ’દેવભૂમી’ ગણાતા હિમાલયમાં જે મનમાની ચાલી રહી છે એ તરફ નજર નાંખીશુ તો ખ્યાલ આવશે કે કમસે કમ આ ભૂમી પ્રત્યે જોડાયેલી લોક આસ્થા અને પર્યાવરણનો વિચાર તો સરકારે કરવો જોઈતો હતો.

    ગંગાના પ્રવાહ ઉપર બાંધેલા ધરણો વિજળી ઉત્પાદન માટે ખૂબ મહત્વના છે એવો દાવો સરકાર સતત કરતી આવે છે. પરંતુ આના વિપરીત પરિણામો ગંગાના પ્રવાહ ઉપર થઈ રહ્યા છે એનુ શું ?? પ્રવાહ પર થતાં આવા વિપરીત પરિણામોને લીધે ગંગા વધુને વધુ પ્રદુષિત થઈ રહી છે આ બાબત તરફ સરકાર તદ્દન દુર્લક્ષ કરી રહી છે. આ મુદ્દો માત્ર શ્રદ્ધા પુરતો મર્યાદીત નથી. પરંતુ હિમાલયમાંથી નીકળતી નદીઓ ઉપર ભારતીયોનું ’જીવન’ અવલંબે છે એ વાત સરકારને ગળે ઉતારવાની જરુર ખરી ?? પર્યાવરણનો જે રીતે નાશ થઈ રહ્યો છે એ જોતા આજે  વિચાર કરવાની જરુર છે કે ભારતની નદીઓ આપણી ધર્મસંસ્કૃતિથી લઈને દેશના આર્થિક વિકાસ સુધી જીવનના દરેક ક્ષેત્રનો મૂળભૂત આધાર છે. આ નદીઓની બાબતમાં સરકારની આવી લાપરવાહી કેવી રીતે ચલાવી લેવાય. આવો સવાલ ઉત્તરાખંડની આપત્તિ બાદ જનમાનસમાં ઉઠી રહ્યો છે. પૂર્ણ લોકશાહીનુ માધ્યમ મનાતા ઈંટરનેટ ઉપર પણ સરકારની આ બેપરવાહી પ્રત્યે આકરા પ્રહારો થઈ રહ્યાં છે. સોશિયલ નેટવર્કિંગ સંકેતસ્થળો પ્રત્યે સુદ્ધા સરકારે દાખવેલી અસંવેદનશીલતા તરફ પણ લોકોનો આક્રોશ દેખાઈ રહ્યો છે. રાષ્ટ્રીય માધ્યમોને આની દખલ લેવાની ફરજ પડી છે. આ પ્રલય ધારીમાતાનું મંદિર પાડવાથી આવ્યો છે કે શું ?? એવા પ્રશ્નાર્થ ચિન્હો વાળા મથાળા આપીને પ્રસાર માધ્યમો સમાચારો છાપી રહ્યાં છે. આવા સંજોગોમાં ગંગાનદીનું રાષ્ટ્રીયકરણ કરવાની માગણી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસે કરવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ ગણાતી હિમાલયની નદીઓ અને પર્યાવરણનું સંરક્ષણ થવુ જોઈએ એવી જોરદાર માગણી માત્ર ધાર્મિકો જ નહીં પરંતુ પર્યાવરણવાદીઓ પણ કરી રહ્યાં છે. આ તરફ કોઈને પણ દુર્લક્ષ કરવુ પોસાય તેમ નથી.

   
જનતાની ભાવનાઓને ઠેંસ પહોંચાડીને કોઈપણ નિર્ણય લઈ શકાય છે અને તેના પરિણામોથી પોતાને અલિપ્ત રાખી શકાય છે એવા ભ્રમમાં રાચતી કેન્દ્ર અને રાજ્યની સરકારોને જગાડવાની જરુર છે. ધારીદેવીનું મંદિર પાડ્યા પછી જે નુકસાન ભોગવવુ પડ્યુ છે તેની ભરપાઈ જે લોકો તેનો ભોગ બન્યા છે તેના સગાઓને સહાયનિધી જાહેર કરીને કે નવી યોજનાઓની જાહેરાત કરીને થઈ શકે તેમ નથી. કોઈની પણ આસ્થા ઉપર પ્રહાર કરતી વખતે તેની તીવ્ર પ્રતિક્રીયાનો સામનો કરવાની તૈયારી રાખવી જ પડે છે. સરકાર આ વાત ધ્યાનમાં રાખે તો સારુ. કોપાયમાન થયેલી નિસર્ગને શાંત કરવાનો કે બેભાન થઈને વહેતી નદીને રોકવાનો ઉપાય હજીસુધી આધુનિક તંત્રગ્યાનને  સાંપડ્યો નથી. કોપ દૈવી હતો કે નૈસર્ગિક તેની ચર્ચા કરવા કરતા પોતાની ભૂલ કબૂલ કરીને તેને સુધારવાની દિશામાં સરકારે પગલા ઉપાડવાની જરુર છે. પોતાની સંવેદનશીલતાને સાબીત કરવાનો અને લોકોનો ગુમાવી ચૂકેલો વિશ્વાસ પાછો મેળવવાનો તેઓ પાસે આ સારો મોકો છે. નહીંતર આવી ભયજનક આફતોનો સામનો કરતી વખતે સરકારને એકીસાથે દૈવી, નૈસર્ગિક અને જનતાનો રોષ ત્રણેની અવકૃપા સામે લડવુ પડશે.

- સિદ્ધાર્થ નાઈક

Tags:

Written by

ગુજરાતી બાંધવામાટે ખાસ સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂ નો માહિતી નો બ્લોગ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 

વિશેષ પોસ્ટ

અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ પ્રેમનો સાગર
અનિરુધ્ધ પ્રેમનો સાગર

અનિરુધ્ધ બાપુ

૧.પૂજય બાપુનું નામ : ડો. અનિરુધ્ધ ધૈર્યધ૨ જોશી ૨.બાપુનો જન્મ : ત્રિપુરારી પૂર્ણિમા, ૧૮ નવેમ્બ૨, ૧૯પ૬, વહેલી સવારે ૪:૩પ મિનિટે. ૩. માતાનું નામ : સૌ. અરૂંધતી ધૈર્યધ૨ જોષી અને ૪. પિતાનું નામ : ડો. ધૈર્યધ૨ હરેશ્વ૨ જોષી. તેઓ પણ ડોક્ટર હતા. Read More
Copyright © સદ્‌ગુરૂ શ્રી અનિરુધ્ધ બાપુ | Designed by Templateism.com